શિયાળામાં ઠંડીથી બચવા માટે અને હેલ્ધી રહેવા માટે તમે ગરમ દૂધ કે હળદર વાળું દૂધ પીતા હશો, આજે અમે તમને મસાલા દૂધની યુનિક રેસીપી જણાવીશું.
કાજુ, બદામ, પિસ્તા, કેસર, દૂધ, સૂઠ પાઉડર, હળદર, એલચી પાઉડર, જાયફળ, કાળામરી પાઉડર, ખાંડ.
સૌ પ્રથમ એક પેનમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને હળવા શેકી લો.
ડ્રાયફ્રૂ્ટસ થોડા ઠંડા થાય એટલે એક મિક્ષર જારમાં નાખીને તેમાં સૂઠ પાઉડર, હળદર, એલચી પાઉડર, જાયફળ, કેસર, કાળામરી પાઉડર ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ ઉમેરીને ઓગાળી લો.
હવે તેમાં તૈયાર કરેલ મસાલો નાખીને ગરમ દૂધ સાથે મિક્ષ કરી લો.
તૈયાર છે મસાલા દૂધ તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.