ચણાના લોટના પુડલા તો તમે ખાધા જ હશે, આજે અમે તમને આલુ મેથીના પુડલા બનાવવાની યુનિક રીત જણાવીશું.
ચણાનો લોટ, લીલી મેથીના પાન, હળદર, મીઠું, ચીલી ફ્લેક્સ, તેલ,
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, લીલી મેથી, હળદર, મીઠું, ચીલી ફ્લેક્સ, તેલ ઉમેરો.
હવે હાથ વડે બધી સામગ્રીને મિક્ષ કરી લો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરીને સ્મુધ બેટર બનાવી લો.
હવે એક તવો ગરમ કરી તેની પર એક ચમચી તેલ લગાવી બેટર રેડીને પુડલો બનાવી લો.
પુડલાને તેલ લગાવીને બંને બાજુ શેકી પછી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.