Dahi Shimla Mirch: ઘરે બનાવો દહીં કેપ્સીકમની યુનિક સબ્જી


By Vanraj Dabhi02, Mar 2025 11:57 AMgujaratijagran.com

દહીં કેપ્સીકમ સબ્જી

દરેક લોકોએ દહીં તીખારી, શિમલા મીર્ચ શાકમાં નાખતા હોય છે, આ તમારા શાકને સ્વાદિષ્ટ બનાવે છે, ચાલો આજે અમે દહીં અને કેપ્સિકમનું શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

શિમલા મિર્ચ, ડુંગળી, દહીં, તેલ, મગફળી, લસણવાળી ચટણી, કસુરી મેથી, કોથમરી, લાલ મરચું પાઉડર,

સ્ટેપ-1

સૌ પ્રથમ કેપ્સિકમ અને ડુંગળીને પાતળી સ્લાઈસમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં મગફળી શેકીને ભુકો કરી લો.

સ્ટેપ-3

એક બાઉલમાં સમારેલી ડુંગળી, કેપ્સીકમ, મગફળીનો ભુકો, લસણવાળી ચટણી, કસુરી મેથી, કોથમરી, લાલ મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરું, સફેદ તલ, મીઠો લીમડો, લસણની પેસ્ટ ઉમેરીને વઘાર કરો.

સ્ટેપ-5

હવે તેમાં કેપ્સિકમ, ડુંગળી, મીઠું, હળદર, ગરમ મસાલો, દહીં ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કેપ્સિકમ દહીં કરી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moong Popcorn Recipe: ઘરે બનાવો ટેસ્ટી મગના પોપકોર્ન, નોંધી લો રેસીપી