દરેક લોકોએ મકાઈના પોપકોર્ન ખાધા હશે પરંતુ શું તમે ક્યારેય મગના પોપકોર્ન ટ્રાય કર્યા છે, તો આજે અમે તમને મગના પોપકોર્ન બનાવવાની રેસીપી જણાવીશું.
મગ, તેલ, હળદર, મીઠું.
સૌ પ્રથમ ગેસ પર એક કૂકરમાં મગ નાખીને ગરમ કરો.
હવે તેમાં એક ચમચો તેલ ઉમેરીને ગરમ કરો.
હવે તેમાં મીઠું ઉમેરો અને ચમચાની મદદથી મિક્સ કરી લો.
હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને થોડીવાર હલાવો અને 2 મિનિટ ગેસ પર ગરમ કરીને ધાણી ફોડી લો.
તૈયાર છે આપણા મગના પોપકોર્ન, તમે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.