Idli Dosa Batter Recipe: હોટેલ જેવા ટેસ્ટી મસાલા ઢોસા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi11, Mar 2025 03:26 PMgujaratijagran.com

મસાલા ઢોસા

મસાલા ઢોસા સવારના નાસ્તામાં પીરસવામાં આવતા હોય છે અને તે ઝટપટ બની જાય છે ,તેને રવા અને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે.

સામગ્રી

રવો,ચોખાનો લોટ,મેંદાનો લોટ,જીરું,આદું-લીલા મરચાની પેસ્ટ,લીમડાના પાન,કોથમીર,ડુંગળી,પાણી,તેલ,મીઠું.

સ્ટેપ- 1

એક મોટા બાઉલમાં રવો,ચોખાનો લોટ, મેંદો,મીઠું નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં જીરું,લીલું મરચું,આદું,લીમડાના પાન,લીલા ધાણા,ડુંગળી ઉમેરીને તેને બરાબર મિક્ષ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં પાણી ઉમેરીને છાશ જેવુ પાતળું ખીરું બનાવી લો.

સ્ટેપ- 4

હવે તેના પર એક થાળી ઢાંકીને 20 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ- 5

હવે એક ગેસ પર નોનસ્ટિક તવાને ગરમ કરીને તેમાં ખીરું રેડો અને ગોળ આકારમાં ફેલાવી દો.

સ્ટેપ- 6

ઢોસાની કિનારીઓ પર તેલ નાખીને હળવા ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

રવા ઢોસા તૈયાર છે,તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sev Tameta Nu Shaak: કાઠિયાવાડી ઢાબા જેવું ટેસ્ટી સેવ ટામેટાનું શાક ઘરે બનાવો