ઈડલીની જેમ ઈડલી ફ્રાય પણ એક ઉત્તમ નાસ્તો છે, જે નાસ્તામાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ઈડલી ફ્રાય બનાવવી ખૂબ જ સરળ છે. જાણો તેની રેસિપી.
ઈડલી, ડુંગળી, ટામેટા, લીલા મરચા, આદુ, કોથમીર, જીરું, હીંગ, હળદર, મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું, તેલ.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, જીરું, ડુંગળી, આદુ અને લીલા મરચા નાખીને સાંતળો.
હવે તેમાં ટામેટાં, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાવડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં ઈડલીના ટુકડા ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ગાર્નિસ કરો.
તૈયાર છે ઈડલી ફ્રાય, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.