લીલી મેથીની ભાજી સાદી ભાજી તો તમે ખાધી જ હશે. પરંતુ આજે ચણાના લોટવાળી ભાજી કેવી રીતે બનાવવી તેની રેસિપી જોઈએ.
મેથીની ભાજી - 2 કપ, ચણાનો લોટ - 1 ચમચી, લસણ-10 કળી, લીલા મરચા-2, તેલ - 2 ચમચી, હળદર - 1/4 ચમચી, લાલ મરચું પાઉડર - 1/2 ચમચી (સ્વાદ મુજબ), ધાણાજીરું પાઉડર - 1/2 ચમચી, હીંગ, મીઠું - સ્વાદ મુજબ.
મેથીની ભાજીને સારી રીતે ધોઈ લો અને પાણી નીકળી જાય તેમ કરીને ઝીણી સમારી લો
એક પેનમાં તેલ ગરમ કરો. પછી સમારેલું લસણ ઉમેરી સાતળો. પછી સમારાલે લીલા મરચા ઉમેરી સાતળો.
હવે તેમા હીંગ, સમારેલી મેથી ઉમેરી બરાબર મિક્સ કરો. પછી મીઠું હળદર, અને ધાણાજીરું ઉમેરો. મિક્સ કરી થોડું પાણી ઉમેરી થોડીવાર પકાવો.
પછી તેમા લોટ ઉમેરો. પછી ઢાંકીને 3 મિનિટ માટે તેને પકાવો જેથી લોટ બફાઈ જાય. તૈયાર છે તમારી લોટવાળી મેથીની ભાજી.