Jeera Sharbat Recipe: જીરા સોડા કે શરબત ઘરે કેવી રીતે બનાવવું? નોંધી લો રેસીપી


By Vanraj Dabhi09, Mar 2025 12:51 PMgujaratijagran.com

જીરા શરબત

ઉનાળા દરેક લોકો ઠંડા પીણી પીતા હોય છે, તમે જીરા શરબત કે સોડા ઘરે બનાવવા માટે આ રેસીપી નોંળી લો.

સામગ્રી

પાણી, શેકેલ જીરાનો પાવડર, ખાંડ કે ગોળ, ફ્રુટ સોલ્ટ, મીઠું, કાળા મરીનો પાવડર, લીંબુનો રસ, બરફ, સોડા.

સ્ટેપ-1

એક પેનમાં પાણી લો, તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીને મધ્યમ તાપ પર ઉકાળો.

સ્ટેપ-2

હવે તેમાં 1/4 ચમચી કાળું મીઠું, 2 ચમચી ખાંડ કે ગોળ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-3

1/4 ચમચી કાળા મરી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ગેસ બંધ કરીને મિશ્રણને સામાન્ય તાપમાને ઠંડુ થવા દો અને પછી લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો અને પછી પીરસતા પહેલા તેને ગાળી લો. એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Veg Momos Recipe: વેજીટેબલ મોમોઝ બનાવની પરફેક્ટ રીત