Veg Momos Recipe: વેજીટેબલ મોમોઝ બનાવની પરફેક્ટ રીત


By Vanraj Dabhi09, Mar 2025 12:40 PMgujaratijagran.com

વેજીટેબલ મોમોઝ

રેસ્ટોરન્ટ જેવા વેજીટેબલ મોમોઝ તમે ઘરે બનાવી શકો છો, નોંધી લો ચટપટી ચટણી સાથે પરફેક્ટ મોમોસ રેસીપી.

સામગ્રી

મેંદો, મીઠું, કોબીજ, ગાજર, ડુંગળી, આદુ લસણની પેસ્ટ, કાળા મરીનો પાઉડર, કેપ્સિકમ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો જરૂર મુજબ પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી આદુ લસણની પેસ્ટ, ડુંગળી, કોબીજ,ગાજર, કેપ્સિકમ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં કાળા મરીનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખી બધું મિક્ષ કરીને સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ-4

10 મિનિટ સ્ટફિંગને ઠંડુ થવા દો અને લોટમાંથી નાની પાતળી રોટલી વણી તેમાં સ્ટફિંગ ભરો.

સ્ટેપ-5

આમ બધાજ મોમોસનું સ્ટફિંગ કરીને એક સાથે સ્ટીમરમાં 20 મિનિટ સુધી સ્ટીમ કરી લો.

સર્વ કરો

હવે મોમોસ સ્ટીમ થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી તેની ચાઈનીઝ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

Thandai Recipe: હોળી સ્પેશિયલ ઠંડાઈ મસાલા ઘરે બનાવો, નોંધી લો રેસીપી