લાડુની વિવિધ રેસીપી માર્કેટમાં મળતી હોય છે, આજે આપણે મિલ્ક પાવડરના લાડુ બનાવવાની રીત વિશે જાણીશું.
ઘી, ખાંડ, પાણી, મિલ્ક પાવડર,નારંગી ફૂડ કલર.
સૌ પ્રથમ એક એક પેનમાં ઘી, ખાંડ અને પાણી નાખી ગરમ કરી ઉકાળી લો.
હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
આ મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.
હવે તેમાં નારંગી ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી, હાથ વડે લાડુ બનાવી લો.
તૈયાર છે મિલ્ક પાવડરની યુનિક વાનગી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.