શિયાળામાં લીલા શાકભાજી ખૂબ ખાવામાં આવતા હોય છે, તમે ફ્લાવર લીલા વટાણાનું રસાવાળું શાક ઘરે ટ્રાય કરી શકો છો.
ફ્લાવર, મગફળી, તલ, ચણાની દાળ, લીલા વટાણા, તેલ, જીરું, હિંગ, ડુંગળી, લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ, હળદર, મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ટમેટાની પ્યુરી.
સૌ પ્રથમ ફ્લાવરને ધોઈને ઝીણુ સમારી લો અને વટાણાને ફોલી દાણા કાઢી લો.
હવે એક મિક્સર જારમાં સીંગદાણા, સફેદ તલ, ચણાની દાળ અને પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક પેનમાં તેલલ ગરમ કરી તેમાં વટાણા અને ફ્લાવરને હળવા સાંતળી લો.
હવે એક પેનમાં તેલ, જીરું, ડુંગળી, લીલા મરચા, આદુ-લસણની પેસ્ટનો અને ટમેટાની પ્યુરી ઉમેરીને વઘાર કરી લો.
હવે ગ્રેવીમાં મસાલા ઉમેરીને તેમાં ગ્રાઈન્ડ કરેલી પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં વટાણા અને ફ્લાવર નાખીને સારી રીતે પકાવી લો.
તૈયાર છે ફ્લાવર લીલા વટાણાનું યમ્મી શાક, તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.