Radish Pickle Recipe: ઘરે મૂળાનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi27, Dec 2024 03:44 PMgujaratijagran.com

મૂળાનું અથાણું

શિયાળામાં મૂળામાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે, તેમાંથી એક છે મૂળાનું અથાણું. તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ તેની રેસીપી વિશે.

સામગ્રી

મૂળો, લાલ મરચું પાવડર, અજમો, મેથીના દાણા, રાઈ, હિંગ, વરિયાળી, મીઠું, તેલ, વિનેગર.

સ્ટેપ-1

સૌથી પહેલા મૂળાને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેના પાતળા અને લાંબા ટુકડા કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં લઈ તેમાં મીઠું ઉમેરીને તેને 4 કલાક માટે તેને સૂર્યપ્રકાશમાં મૂકો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં અજમો, મેથી, વરિયાળી, સરસવ વગેરે નાખીને થોડીવાર સાંતળી તેને બરછટ પીસી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને પીસેલા મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

આ મસાલાના મિશ્રણમાં સમારેલા મૂળા અને વિનેગર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેને કાચની બરણીમાં ભરીને રાખો, તૈયાર છે મૂળાનું અથાણું તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી બીજી રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Protein Powder Recipe: હોમમેડ પ્રોટીન પાઉડરની રેસીપી