Protein Powder Recipe: હોમમેડ પ્રોટીન પાઉડરની રેસીપી


By Vanraj Dabhi27, Dec 2024 02:31 PMgujaratijagran.com

પ્રોટીન પાઉડર

આજકાલ ઘણા લોકો મસલ્સ બનાવવા માટે પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ બજારમાં મળતા પ્રોટીન પાઉડરમાં પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર પણ હોય છે. તમે ઘરે પ્રોટીન પાવડર બનાવવાની રીત જાણી લો.

સામગ્રી

મગ દાળ, મસૂર દાળ, સોયાબીન,બદામ, કાજુ, અખરોટ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ ઓટ્સ અને ક્વિનોઆ.

મલ્ટિગ્રેન પ્રોટીન પાવડર

સૌ પ્રથમ સોયાબીન, મગની દાળ, મસૂર દાળ, ચણાની દાળને ધોઈને તડકામાં સૂકવી લો અને પછી તેને ધીમી આંચ પર શેકીને ગ્રાઇન્ડરમાં નાખીને પાવડર બનાવો અને પછી તમે તેને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને પીવો.

ડ્રાયફ્રુટ્સ પ્રોટીન પાઉડર

બધા ડ્રાયફ્રુટ્સ અને બીજને ધીમી આંચ પર આછું શેકીને ગ્રાઇન્ડરરમાં પીસી લો અને તેમાં સ્વાદ પ્રમાણે કોકો પાવડર અથવા એલચી પાવડર ઉમેરીને પીવો.

ઓટ્સ અને ક્વિનોઆ પ્રોટીન પાઉડર

ઓટ્સ અને ક્વિનોઆને શેકીને તેને ગ્રાઇન્ડરમાં બારીક પીસી પછી તેમાં મિલ્ક પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી પ્રોટીન પાવડરને સ્મૂધી, મિલ્કશેક અથવા જ્યુસમાં મિક્સ કરીને પી શકો છો. આ સાથે તેને ઓટમીલ, પોરીજ કે સલાડ પર છાંટીને પણ ખાઈ શકાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Atta Biscuit Recipe: ઘઉંના બિસ્કિટ બનાવવાની રીત