ખીચુ એ એક નાસ્તાની પરફેક્ટ રેસીપી છે. જે સાંજના સમયે નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.
ચોખાનો લોટ, પાણી, લીલા મરચાં, મીઠું, જીરુ, બેકિંગ સોડા, તેલ .
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાના લોટને ચાળણી વડે ચાળીને બધી સામગ્રી તૈયાર કરો.
હવે એક તપેલીમાં પાણી ઊકળીને તેમાં મીઠું,જીરુ અને લીલા મરચાં નાખો.
પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં બેકિંગ સોડા નાખીને થોડો થોડો લોટ ઉમેરતા જાવ અને વેલણ વડે હલાવતા રહો.
બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ધીમા તાપે ગેસ પર 15 મિનિટ સુધી ચડવા દો.
તૈયાર છે ગુજરાતી ખીચું,તમે ઉપર તેલ નાંખીને ગરમ ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.