ભોજનનો સ્વાદ વધારવા માટે કસુરી મેથીનો ઉપયોગ કર્યો જ હશે. કસુરી મેથી લેવા માટે આપણે ઘણીવાર બજારમાં જઈએ છીએ, પરંતુ તમે કસુરી મેથી હવે ઘરે બનાવી શકો છો.
સૌ પ્રથમ તાજી લીલી મેથીના પાનને ધોઈને સૂકવી લો.
હવે મેથીના પાન સાફ કરી તેને છરીની મદદથી તેને બારીક સમારીને સ્વચ્છ સુતરાઉ કાપડ પર ફેલાવો.
હવે પાંદડાને તડકામાં સુકવવા માટે રાખો અને સાંજે મેથીના પાન ઉપાડી લો.
હવે આ પાંદડાઓને હવાવાળી જગ્યાએ રાખો, જેથી પાંદડામાંથી ભેજ નહીં રહે.
આ રીતે તમારી કસુરી મેથી ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.
તમે કુરી મેથીનો ભેજ દૂર કરવા માટે માઇક્રોવેવનો પણ ઉપયોગ કરી શકો છો.
કસુરી મેથીને કન્ટેનરમાં સંગ્રહિત કરતા પહેલા, તપાસ કરો કે બધા પાંદડા સારી રીતે સુકાઈને કરકરા થઈ ગયા છે કે નહીં.
તમે કસુરી મેથીના પાંદડાને સૂકવીને મિક્સરમાં પીસીને પાવડર પણ બનાવી શકો છો, અને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરી શકો છો.
જીવનશૈલી અને રેસીપી સંબંધીત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.