ઉનાળામાં ભોજન સાથે કાચી કેરીનું અથાણું દરેકને ખાવું પસંદ હોય છે પરંતુ તે ઘણીવાર પરફેક્ટ બનતું નથી,ચાલો જાણીએ તેની રેસીપી.
1 કિલો કાચી કેરી,700 ગ્રામ ગોળ,1.5 ચમચી મીઠું,1 ટીસ્પૂન હળદર પાઉડર,1.5 ચમચી મરચું પાઉડર,1 તજની લાકડી,5-6 લવિંગ,3 એલચી,1 ચમચી શેકેલું જીરું.
સૌ પ્રથમ કાચી કેરીની છાલ ઉતારીને ઝીણી સમારી લો.
હવે એક બાઉલમાં સમારેલી કાચી કેરી તેમાં મીઠું,હળદર,મરચું પાવડર નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ગોળ ઉમેરીને મિક્સ કરીને એક ગેસ પર એક કડાઈમાં ગરમ કરો.
હવે તે સારી રીતે પાકી જાય પછી તેમાં શેકેલ જીરું,તજ,લવિંગનો ભુકો નાખીને મિક્સ કરી લો.
તૈયાર છે કાચી કેરીનું અથાણું તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.