Mooli Paratha: શિયાળામાં ઘરે ટ્રાય કરો મૂળાના પરોઠા


By Vanraj Dabhi22, Nov 2024 02:15 PMgujaratijagran.com

મૂળાના પરોઠા

શિયાળામાં મૂળા ખાવાના શોખીન લોકો તેમાંથી બનતી વિવિધ વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. આ તકે તમે ઘરે મૂળાના પરાઠા બનાવી શકો છો.

સામગ્રી

મૂળા, વરિયાળી, ઘઉંનો લોટ, આદુ, હિંગ, લીલા મરચા, મીઠું, તેલ, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ મૂળાને છીણી લો અને તેને એક બાઉલમાં રાખો અને પછી તેમાં મીઠું નાખીને તેને સેટ થવા દો. જેનાથી મૂળા પાણી છોડશે.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને પછી તેમાં વરિયાળી, મીઠું નાખો અને પછી પાણી નાખીને લોટ બાંધો.

સ્ટેપ-3

હવે હાથ વડે મૂળામાંથી પાણી નિચોવી પછી તેમાં થોડી વરિયાળી, લાલ મરચું પાઉડર, જીરું પાવડર, લીલું મરચું અને આદુનો ભૂકો નાખીને સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ-4

હવે લોટમાંથી બોલ બનાવો અને તેમાં મૂળાનું સ્ટફિંગ ભરીને બધા બોલને પરાઠાની જેમ રોલ કરો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરો અને પછી પરાઠાને શેકી લો. પછી તેમાં તેલ નાખીને તેને સમયાંતરે ફેરવીને તળો.

સર્વ કરો

તૈયાર છે મૂળાના પરાઠા, હવે તેમે તેને લીલી ચટણી અથવા અથાણા સાથે ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vatana Batata Nu Shaak: વટાણા બટાકાનું શાક બનાવવાની રીત