Amla Goli Recipe: શિયાળામાં ઘરે બનાવો ખટ્ટી મીઠ્ઠી આમળા ગોળી


By Vanraj Dabhi20, Dec 2024 12:02 PMgujaratijagran.com

આમળા ગોળી

લોકો શિયાળામાં આમળાનું સેવન ખૂબ કરે છે, તમે આમળામાંથી ખટ્ટી મીઠ્ઠી આમળા ગોળી બનાવી શકો છો.

સામગ્રી

આમળા, ગોળ, કાળા મરી પાવડર, જીરું, અજવાઇન પાવડર, હિંગ, સંચળ પાવડર, મીઠું, આમચૂરણ, ખાંડ પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને હળવા બાફી બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં આમળાની પેસ્ટ, ગોળ નાખીને ઓગાળી મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં સંચળ, અજમો, મીઠું, ધાણાજીરું, હિંગ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે થોડું ઠંડુ થાય એટલે તેની ગોળી બનાવીને ખાંડના પાવડરમાં નાખીને ગાર્નિશ કરી લો.

સર્વ કરો

તૈયાર છે આમળા ગોળી, તમે શિયાળામાં નિરોગી રહેવા માટે આ ગોળી ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Milk Powder Ladoo Recipe: શિયાળામાં ઘરે બનાવો મિલ્ક પાવડરના લાડુ