Kulcha Recipe: કુલચા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi15, Apr 2025 12:57 PMgujaratijagran.com

કુલચા રેસીપી

કુલચા તમે છોલે ભટુરે સાથે, શાક કે બ્રેડની જગ્યાએ પણ કુલચા સર્વ કરી શકો છો, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી

મેંદા લોટ, દહીં, ખાંડ, બેકિંગ સોડા, તેલ, કાળા તલ, કોથમીર, પાણી.

સ્ટેપ- 1

એક બાઉલમાં મેંદાનો લોટ,ખાંડ,બેકિંગ સોડા,મીઠું,2-3 ચમચી તેલ અને દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધીને તેમાં થોડું તેલ લગાવીને 1 કલાક સેટ થવા માટે રાખો.

સ્ટેપ- 3

હવે લોટના લૂઆ બનાવીને તેને મેંદાના સૂકા લોટમાં લપેટી લો અને તેને ગોળ આકારના કુલચા વણી લો.

સ્ટેપ- 4

કુલચા પર થોડા કાળા તલ અને કોથમીરના પાન ગાર્નિશ કરીને તેને ફરીથી વણી લો.

સ્ટેપ- 5

હવે લોખંડના તવા પર કુલચાને મૂકીને બંને બાજુ ફુલચા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

હવે કુલચા ઉપર થોડું બટર લગાવીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પૃથ્વી 24 કલાકમાં કેટલા કિલોમીટર ફરે છે?