Bhungara Bateta Recipe: ભૂંગળા બટાકાની રેસીપી


By Vanraj Dabhi17, May 2025 02:24 PMgujaratijagran.com

ભૂંગળા બટેટા

દરેક લોકએ ભૂંગળા બટેટા તો ખાધા જ હશે, પરંતુ આજે અમે તમને લસણીયા ભૂંગળા બટેટાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

બટાકા, કાશ્મીરી લાલ મરચું, તેલ, હળદર, કાળું મીઠું, લસણ , હિંગ, મીઠું, ધાણા જીરું પાવડર, લીંબુનો રસ, ખજૂર આમલી ચટણી, શીંગદાણા, ભુંગાળા.

સ્ટેપ-1

સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં બટાકા, પાણી અને થોડુ મીઠું નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું, મીઠું, લીંબુનો રસ, તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે બાફેલા બટાકાની છાલ ઉતારી આ મિશ્રમાં ઉમેરીને બટેટા હળવા હાથે મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, લસણની પેસ્ટ અને કોટ કરેલ બટેટા ઉમેરી મિક્સ કરી લો.

સર્વ કરો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભૂંગળા તળી લો. હવે બટાકાને ગોથમરી અને શીંગદાણાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

Methi Gota Recipe: મેથીના ગોટા બનાવવાની પરફેક્ટ રેસીપી