Lasaniya Mamara Recipe: ચટપટા તીખા લસાણીયા સેવ મમરા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi07, Mar 2025 08:05 PMgujaratijagran.com

મનપસંદ નાસ્તો

દરેક લોકોને નાસ્તામાં મમરા પ્રિય હોય છે. સેવ અને સીંગદાણાના વધાર સાથે મમરા ખાવાનો આનંદ અલગ હોય છે.

લણસીયા સેવ મમરા

આજે અમે તમને લણસીયા સેવ મમરા બનાવવાની યુનિક રીત જણાવીશું, જે તમે ઘરે બજાર જેવા ટેસ્ટી અને ક્રિસ્પી ચટાકેદાર લણસીયા સેવ મમરા બનાવી શકો છો.

સામગ્રી

લસણ, કાશ્મીરી લાલ મરચું પાઉડર, મમરા, મોળી સેવ, તેલ, હળદર, હિંગ, મીઠા લીમડીના પાન તળેલા સીંગદાણા, સ્વાદ અનુસાર મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ લસણની 10 - 12 કળી અને કાશ્મીરી લાલ મરચા પાઉડરને ખાંડણીમાં નાખીને બરાબર ખાંડી લો.

સ્ટેપ-2

હવે એક કડાઇમાં મમરા ઉમેરીને શેકી લો, ત્યારબાદ સીંગદાણાને તેલમાં તળી લો.

સ્ટેપ-3

હવે એક કડાઇમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમા ખાંડલી લસણ વાળી ચટણી, મીઠા લીમડાના પાન અને હિંગનો વઘાર કરો.

સ્ટેપ-4

હવે તેમાં હળદર, મીઠું અને મમરા ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

છેલ્લે મમરામાં ઝીણી સેવ, ફ્રાય કરેલા સીંગદાણા ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે બજાર જેવા જ ચટાકેદાર ક્રિસ્પી લણસીયા સેવ મમરા, તમે નાસ્તામાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Bhakri Recipe: બાજરીના લોટની ભાખરી બનાવવાની રીત