Pudla Recipe: લીલી ડુંગળી, મેથી અને દૂધીના પુડલા


By Vanraj Dabhi19, Jan 2025 10:51 AMgujaratijagran.com

પુડલાની રેસીપી

ચણાના લોટના સાદા પુડલા તો તમે ખાધા હશે, આજે અમે તમને લીલી ડુંગળી, મેથી અને દૂધીના પુડલાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

લીલી ડુંગળી, લીલી મેથીના પાન, કોથમરી, દૂધી, ચણાનો લોટ, ચોખાનો લોટ, રવો, દહીં, સુકા મસાલા, આદુ મરચાની પેસ્ટ, લસણ, તેલ અને પાણી.

સ્ટેપ-1

સૌપ્રથમ મેથીના પાન, લીલી ડુંગળી, કોથમીર ધોઈને સાફ કરી ઝીણી સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટમાં, ચોખા નોલોટ, રવો, દહીં ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં બધા સુકા મસાલા, આદુ મરચાની પેસ્ટ, લસણ અને પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.

સ્ટેપ-4

હવે એક તવો ગરમ કરી તેની પર તેલ લગાવીને પુડલાનું બેટર રેડીને પાથરો.

સ્ટેપ-5

પુડલાને બંને બાજુ તેલ લગાવીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી-ડુંગળી અને દૂધીના પુડલાની યુનિક રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Aloo Paratha Recipe: આલુ મેથીના પરોઠા રેસીપી