Methi Aloo Paratha Recipe: આલુ મેથીના પરોઠા રેસીપી


By Vanraj Dabhi19, Jan 2025 10:35 AMgujaratijagran.com

આલુ મેથીના પરોઠા

ચણાના લોટના પરાઠા તો તમે ખાધા જ હશે, આજે અમે તમને ઘઉંના લોટના આલુ મેથીના પરાઠાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, લીલી મેથીના પાન, હળદર, મીઠું, ચીલી ફ્લેક્સ, તેલ, બટાકા, આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલા, ચાટ મસાલા, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, લીલી મેથી, હળદર, મીઠું, ચીલી ફ્લેક્સ, તેલ ઉમેરો.

સ્ટેપ-2

હવે હાથ વડે બધી સામગ્રીને મિક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં આલુની મેશ, અને જણાવેલ મસાલા ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.

સ્ટેપ-4

હવે બાંધેલા લોટમાંથી લૂઓ લઈ રોટલી બનાવી ઉપર મસાલો પાથરી પરોઠા જેમ વણી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર એક ચમચી તેલ લગાવી પરાઠાને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

પરાઠા તૈયાર છે તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ છે વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર, માઈનસ 98 ડિગ્રીમાં રહે છે લોકો