Lili Haldar Nu Shaak: શિયાળામાં ઘરે ટ્રાય કરો લીલી હળદરનું શાક


By Vanraj Dabhi03, Dec 2024 01:15 PMgujaratijagran.com

લીલી હળદરનું શાક

શિયાળામાં રાજસ્થાનમાં દરેક ઘરે હળદરનું શાક ચોક્કસથી જોવા મળે છે. તે ખાવામાં ટેસ્ટી હોય છે, આજે અમે તમેને હળદરનું શાક બનાવવાની સરળ રીત જણાવીશું.

સામગ્રી

લીલી હળદર, તેલ, ઘી, લસણ, આદુ, લીલા મરચા, ફુલાવાર, લીલા વટાણા, દહીં, જીરું, એલચી, તમાલપત્ર, ડુંગળી, કાજું, ધાણાજીરું પાવડર, મીઠું, મરચું પાવડર, કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી હળદરની છાલ ઉતારીને સમારી લો.

સ્ટેપ- 2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં લીલી સમારેલ હળદર અને ફુલાવર એક પછી એક તળીને એક વાસણમાં કઢી લો.

સ્ટેપ- 3

હવે તળેલી હળદરને મિક્સરમાં નાખીને ક્રસ કરી લો અને દહીંનું ઘોરવું બનાવી લો.

સ્ટેપ- 5

હવે દહીંના ઘોરવામાં ધાણાજીરું,મીઠું સહિતના મસાલા એડ કરીને મિક્સ કરીને વઘારમાં નાખીને થોડીવાર પકાવો.

સ્ટેપ- 6

હવે તેમાં તળેલું ફુલાવર,લીલા વટાણાના દાણાં અને ક્રસ કરેલી લીલી હળદર ઉમેરીને થોડીવાર પકાવો.

ગાર્નિશ કરો

કોથમરી ગાર્નિશ કરીને મિક્સ કરો અને વરાળમાં થોડીવાર રહેવા દો.

સર્વ કરો

તૈયાર છે તમારું લીલી હળદરનું શાક, તમે તેને ગરમાગરમ રોટલી, રોટલા,બ્રેડ,નાન વગરે સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Puri Recipe: ભાવનગરની ફેમસ દાળ પુરી