Dal Puri Recipe: ભાવનગરની ફેમસ દાળ પુરી


By Vanraj Dabhi03, Dec 2024 11:19 AMgujaratijagran.com

દાળ પુરી

ભાવનગરની ઘણી વાનગી તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને ભાવનગરની પ્રખ્યાત વાનગી દાળ પુરી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, રવાનો લોટ, મીઠું, હિંગ, તેલ, ચણા દાળ, બટાકા, અજમો, મીઠો લીમડો, લાલ મરચું પાઉડર, અડદની દાળ, પાણી, હળદર, ધાણાજીરું, પાણી, આદુ, લીલું મરચું, ગરમ મસાલો, લીંબુ, કોથમીર,લીલી ચટણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં કોથમરી, ફુદીનો અને લીલા મરચા ઉમેરીને ગ્રાઈન્ડ કરી ચટણી બનાવી લો.

સ્ટેપ-2

હવે એક કાથરોટમાં ઘઉંનો લોટ, તેલ, મીઠું, અજમો અને પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં બાફેલી ચણાનીદાળ,હળદર, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, હિંગ, મીઠો લીમડાનો વઘાર કરી સમારેલા બટાકા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-5

હવે તેમાં મીઠું, મસાલા ઉમેરીને થોડું પાણી નાખીને પકાવી લો.

સ્ટેપ-6

લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પૂરી વણીને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરી તળી લો.

સર્વ કરો

તૈયાર છે દાળ પુરી તમે કોથમરી, ડુંગળી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વના કયા દેશમાં જોવા મળે છે વિશ્વનો સૌથી ઝેરી સાપ