ઘણા લોકો સત્તુ પાઉડરનો ઉપયોગ કરતા હોય છે, હવે તમે બહાર જેવો સત્તુ પાવડર તમે ઘરે બનાવી શકો છો.
દેશી ચણા, જીરૂ, મીઠું.
ચણાને ધોઈને એક બાઉલ 4 થી 5 કલાક પલાળી રાખો અને પછી તેને નિતારી ને 2 કલાક સૂકવી દો.
હવે એક કડાઈમાં ચણા અને મીઠું ઉમેરીને શેકી લો.
હવે એક પેનમાં જીરું શેકીને બધી સમાગ્રીને થોડી વાર ઠંડી થવા દો.
હવે એક મિક્સર જારમાં ઉમેરીને પાઉડર બનાવી લો.
તૈયાર છે ઓરીજીનલ સત્તુ પાઉડર, તમે ઘરે બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.