Khatta Dhokla Recipe: ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા બનાવવાની રીત


By Vanraj Dabhi06, Mar 2025 11:54 AMgujaratijagran.com

ખાટા ઢોકળા

ઢોકળા એ ગુજરાતની પ્રખ્યાત વાનગી છે, તે દરેક લોકોની ફેવરિટ વાનગી છે, જો તમે લાઈવ ઢોકળાની રેસીપી ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો, નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

રવો, બેસન, દહીં, પાણી, લીલા મરચા, લસણ, આદુની પેસ્ટ, હિંગ, હળદર, ENO, તેલ, મીઠું,લાલ મરચું પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો અને ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં દહીં,પાણી ઉમેરીને આથો બનાવવા માટે 2-3 કલાક માટે રહેવા દો.

સ્ટેપ-3

હવે એક સ્ટીમરમાં પાણી ગરમ કરો અને આથા વાળા બાઉલમાં હળદર,મીઠું,ENO,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક ઢોકળીયાની પ્લેટને તેલથી ગ્રીસ કરીને બેટર રેડીને સ્ટીમ કરવા મૂકો.

સર્વ કરો

હવે તેની પર મરચું પાવડર છાંટીને છરીથી ટુકડા કરીને સર્વ કરો

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Shikanji Masala Recipe: લીંબુ શિકંજીનો મસાલો રેસીપી