મકરસંક્રાંતિ 2025: આ ઉત્તરાયણ પર ઘરે ટ્રાય કરો તલ અને ગોળના સ્વાદિષ્ટ પરાઠા


By Vanraj Dabhi10, Jan 2025 05:06 PMgujaratijagran.com

તલ અને ગોળના પરાઠા

ગોળ અને તલ બંને શિયાળા માટે આરોગ્યપ્રદ વસ્તુ છે. તેથી ખાસ કરીને મકરસંક્રાંતિ પર તે ખૂબ જ ખાવામાં છે, તેથી આજે અમે તમને તલ અને ગોળના પરાઠા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, સફેદ તલ, ગોળ, ઘી, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, મીઠું અને પાણી મિક્સ કરીને પરાઠાનો લોટ તૈયાર કરો.

સ્ટેપ-2

હવે એક પેનમાં સફેદ તલ શેકી તેને ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં નાંખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે તેને એક વાસણમાં ગોળનો પાવડર અને તલનો ભુકો ઉમેરી અને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે એક તવાને ગરમ કરી લોટમાંથી લૂઓ બનાવી તેમાં ગોળ અને તલનું સ્ટફિંગ ભભરાવીને પરાઠાની જેમ રોલિંગ કરો.

સ્ટેપ-5

હવે એક એક તવા ગરમ કરી તેની પર પર મૂકીને એક ચમચી ઘી લગાવીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે તલ અને ગોળના પરાઠા તમે મનપસમદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી બીજી રેસિપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Dal Dhokli: દાળ મેથી ઢોકળી બનાવવાની રીત