Methi Dal Dhokli: દાળ મેથી ઢોકળી બનાવવાની રીત


By Vanraj Dabhi10, Jan 2025 03:44 PMgujaratijagran.com

મેથીની ઢોકળી

ઢોકળી તો દરેક લોકોએ ખાધી જ હશે, પરંતુ આજે અમે તમને મેથીની ઢોકળી બનાવવાની રીત જણાવીશું.

લોટની સામગ્રી

ઘઉંનો લોટ, મેથીના પાન, હળદર-મરચું પાઉડર, હિંગ, અજમો,પાણી, મીઠું.

દાળ માટેની સામગ્રી

તુવેર દાળ, ઘી, રાઈ, જીરું, મીઠો લીમડો, લવિંગ, તજ, તમાલપત્ર, લાલ મરચાં, હિંગ, કોકમ, મગફળી, ટામેટાં, હળદર, લીલા મરચાં, લાલ મરચું પાવડર, આદુ, ગોળ, મીઠું, લીંબુનો રસકોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, બેસન, મેથીના પાન, હળદર અને લાલ મરચું પાઉડર, અજમો, મીઠું, અને પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે લોટમાંથી લૂઓ બનાવી પાટલા અને વેલણની મદદથી રોટલી બનવી લો.

સ્ટેપ-3

હવે છરી વડે ડાઈમંડ સેઈપમાં કટ કરી લો.

સ્ટેપ-4

હવે એક તપેલમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, જીરું, રાઈ, મીઠો લીમડો સૂકા મરચા અને આદુ-મરચાની પેસ્ટનો વઘાર કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં હિંગ, મગફળીના દાણા અને તુવેરની દાળ ઉમેરીને વઘારી તેમાં ઢોકળી,લીંબુનો રસ,ગોળ, ઉમેરીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી વાળી દાળ ઢોકળી, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Traditional Food: મકરસંક્રાંતિ 2025 પર રાજ્ય મુજબ ક્યા ટ્રેડિશનલ ફુડ ખાવામાં આવે છે, જાણો સમગ્ર લિસ્ટ