Masala Bhinda Recipe:ભીંડા બટાકાના શાકની યુનિક રેસીપી


By Vanraj Dabhi14, Feb 2025 10:15 AMgujaratijagran.com

ભીંડા બટાકાનું શાક

બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારના શાક બનાવી શકાય છે.

સામગ્રી

ભીંડા, બટેટા, ડુંગળી, ટમેટા, આદું, લસણ, જીરું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ખાંડ, મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકાની છાલ ઉતારીને સમારી લો અને ભીંડાને પાણીથી બરાબર ધોઈ કપડાંથી સાફ કરીને લંબાઈમાં ટૂકડા કરી લો.

સ્ટેપ-2

હવે એક પેન તેલ ગરમ કરી બટેટા ઉમેરીને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લો તેવી જ રીતે ભીંડાને પણ ફ્રાય કરીને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે એ જ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,ડુંગળી,છીણેલું આદું અને પીસેલું લસણ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ટમેટા,ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ખાંડ અને મીઠું નાંખો, બરાબર મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તેમાં ફ્રાય કરેલા ભીંડા-બટેટા ઉમેરીને બે મિનીટ પકાવી લો

સર્વ કરો

તૈયાર છે મસાલેદાર ભીંડા-બટાકાનું શાક,તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Maggi Recipe: ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મેગી, નોંધી લો યુનિક રેસીપી