ઉનાળામાં ઘણા લોકો કુલ્ફી ખાવાનું પસંદ કરતા હોય છે, તમે ઘરે માટલા કુલ્ફી બનાવી શકો છો.
ખાંડ, દૂધ, મકાઈનો લોટ, એલચી પાવડર, મિલ્ક પાવડર, ઘી, બદામ અને પિસ્તા.
સૌ પ્રથમ એક પેનમાં ખાંડ ઉમેરીને ઓગાળો અને બ્રાઉન રંગની થઈ જાય, ત્યારે તેમાં દૂધ ઉમેરો.
હવે ખાંડ સંપૂર્ણપણે ઓગળીને દૂધ સાથે એકદમ ઘટ્ટ થવા દો અને એક બાઉલમાં મકાઈનો લોટ અને ઠંડુ દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
દૂધમાં મકાઈના લોટનું મિશ્રણ ઉમેરીને ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરો અને મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ કરો.
હવે એક બાઉલમાં દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરીને ગઠ્ઠા વગરનું બેટર બનાવો.
હવે એક પેનમાં ઘી અને મિલ્ક પાવડરનું મિશ્રણ ઉમેરી હલાવીને ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરો.
કુલ્ફીના મિશ્રણમાં માવાને સારી રીતે મિક્સ કરીને કુલ્ફી મિશ્રણને મટકા અથવા કુલ્ફી મોલ્ડમાં ભરીને મટકાને ક્લિંગ રેપ અથવા એલ્યુમિનિયમ ફોઇલથી ઢાંકીને 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકો.
મટકા માવા મલાઈ કુલ્ફીને સમારેલા બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.