ધરતી પર એટાર્કટીકા એવો વિસ્તાર છે કે જ્યાં હંમેશા તાપમાન માઈનસમાં રહે છે અને લોકો આ તાપમાનમાં જ જીવન જીવે છે.
એટાર્કટીકાના કેટલાક વિસ્તારોમાં તો તાપમાન માઈનસ 98 ડિગ્રી પહોંચી જાય છે. ઓછા તાપમાનની સ્થિતિમાં પણ અહીં કેટલાક લોકો રહે છે.
એટાર્કટીકામાં રહેતા લોકોમાં મોટાભાગે વૈજ્ઞાનિકો અથવા સંશોધનકર્તાનો સમાવેશ થાય છે. અહીં વિશ્વભરમાંથી વૈજ્ઞાનિકો આવે છે.
રસપ્રદ વાત એ છે કે અહીં શિયાળામાં પ્રકાશ હોતો નથી એટલે કે અંધકાર છવાયેલ હોય છે.
દક્ષિણ ધ્રુવ સ્થિત એટાર્કટીકાનું ક્ષેત્રફળ 14 કરોડ 20 લાખ વર્ગ કિમી છે. તે વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર છે.