શિયાળામાં ગાજરનો હલવો ખૂબ ખાવામાં આવે છે, તેથી આજે અમે માવા વગર પરફેક્ટ ગાજરનો હલવો બનાવવાની રીત જણાવીશું.
ગાજર, દૂધ, ખાંડ, ડ્રાય ફ્રુટ્સ, ઘી, એલચી વગેરે.
સૌ પ્રથમ એક કૂકરમાં ઘી ગરમ કરીને તેમાં ડ્રાય ફ્રૂટ્સ સાતળી લો.
હવે તેમાં છીણેલું ગાજર ઉમેરીને પકાવો.
કૂકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં દૂધ ઉમેરો અને ફૂલ ગેસ પર સારી રીતે પકાવો.
તૈયાર છે ગાજરનો પરફેક્ટ હલવો તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.