Leftover Roti Recipe: બચેલી રોટલીનો નાસ્તો બનાવવાની રીત


By Vanraj Dabhi24, Dec 2024 04:31 PMgujaratijagran.com

બચેલી રોટલી

આપણે દરેક લોકો ભોજન પછી બચેલી રોટલી ફેકી દેતા હોય છીએ, આજે અમે તમને બચેલી રોટલીનો યુનિક નાસ્તો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

રોટી, બટાકા, ડુંગળી, કેપ્સીકમ, તલ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું, ચાટ મસાલો, કોથમીર, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ બચેલી રોટલીને ક્રશ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં બાફેલા બટેકાની મેશ, ક્રશ કરેલી રોટલી, ક્રશ કરેલ ડુંગળી, કેપ્સીકમ, મીઠું, મરચું, ધાણાજીરું, ચાટ મસાલો, કોથમરી, તલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બોલને તળી લો.

સર્વ કરો

તૈયાર છે રોટલીના ક્રિસ્પી બોલ તમે નાસ્તમાં ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Dosa Recipe: ચીઝ મસાલા ઢોસા બનાવવાની રીત