શિયાળામાં પાલક પકોડાની રેસીપી ટ્રાય કરો, તમને ખાવાની મજા આવશે


By Vanraj Dabhi08, Dec 2024 06:07 PMgujaratijagran.com

પાલક પકોડા

ઠંડા વાતાવરણમાં પકોડા ખાવાનું મન થાય તો તમે પાલક પકોડાની રેસીપી ટ્રાય કરી શકો છો, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

સામગ્રી

પાલક, દહીં, ચણાનો લોટ, હિંગ, મેથીના દાણા, આખા લાલ મરચા, મીઠું, હળદર, તેલ.

સ્ટેપ- 1

પાલક પકોડા કઢી બનાવવા માટે સૌ પ્રથમ પાલકને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને બારીક સમારીને પ્લેટમાં રાખો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં દહીં અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, મેથી અને હિંગ નાખીને સાંતળો.

સ્ટેપ-4

ટેમ્પરિંગ લગાવ્યા બાદ તેમાં સમારેલ પાલક,મીઠું,લાલ મરચું પાવડર,હળદર વગેરે નાખીને થોડીવાર તળી લો.

સ્ટેપ-5

હવે તેમાં દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરીને 5-7 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.

સ્ટેપ-6

હવે એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં સમારેલી પાલક,મીઠું,હળદર પાવડર,લાલ મરચું પાવડર,જીરું પાવડર વગેરે ઉમેરીને પકોડાનું બેટર બનાવો.

સ્ટેપ-7

એક પેનમાં તેલ ગરમ કરો અને પાલક પકોડા તૈયાર કરીને પકોડાને ગરમ કરેલ કઢીમાં નાખો અને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે પાલક પકોડા, તમે તેને ગરમાગરમ ભાત સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Ladoo Recipe: શિયાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગોળ અને બાજરીના લાડુ