મોમોસ એક તિબેટીયન વાનગી છે જે ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. મોમોસ ઘણા પ્રકારના મળતા હોય છે, આજે અમે તમને વેજ મોમોસની રેસીપી જણાવીશું.
ઘઉંનો લોટ, કોબીજ, ગાજર, ડુંગળી, આદુ, લસણ, મીઠું, મરચું, લાલ મરચું પાવડર, સોયા સોસ, તલનું તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું,તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુ અને લસણ, છીણેલું ગાજર, કોબી, નાખીને સાંતળો.
હવે તેમાં સોયા સોસ, કાળા મરી અને લાલ મરચું પાવડર ઉમેરીને આ મિશ્રણને સારી રીતે પકાવીને એક પ્લેટમાં ઠંડુ થવા માટે બહાર કાઢી લો.
હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને મોમોસ માટે રોલિંગ રોલ કરો. પછી આ ડિસ્કની વચ્ચે તૈયાર ફિલિંગ મૂકીને મોમોસનો આકાર આપો.
હવે મોમોસને સ્ટીમરમાં મૂકો અને તેને 10-15 મિનિટ માટે સ્ટીમ થવા દો.
લોટ વગરના હેલ્ધી મોમોઝ તૈયાર છે. તેમને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.