Soya Khaman Dhokla Recipe: સોયા ખમણ ઢોકળા બનાવવાની રીત


By Vanraj Dabhi11, Jan 2025 10:27 AMgujaratijagran.com

ખમણ ઢોકળા

દરેક લોકોએ ઢોકળા ખાધા હશે, પરંતુ તમે ખમણ ઢોકળાની યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો, તમે સોયા ખમણ ઢોકળા ઘરે બનાવી શકો છો.

સામગ્રી

સોયા લોટ, બેસન, સોજી, લીંબુનો રસ, ખાંડ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું, ઈનો, તેલ, રાઈ, તલ , લીલા મરચાં, હિંગ, કોથમીર, લીલી ચટણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં સોયાનો લોટ, બેસન, સોજી, ખાંડ, લીંબુનો રસ, આદુ-લીલા મરચાંની પેસ્ટ, મીઠું ઉમેરીને મિક્ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવી થોડી વાર સેટ થવા દો.

સ્ટેપ-3

હવે આ બેટરમાં ફ્રૂટ સોલ્ટ અને 2 ચમચી પાણી ઉમેરીને બરાબર મિકેસ કરી લો.

સ્ટેપ-4

હવે એક ઢોકળાના વાસણને તેલ વડે ગ્રીસ આ મિશ્રણ રેડો અને સ્ટીમરમાં 10 મિનિટ માટે સ્ટીમ કરો.

સ્ટેપ-5

હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીલા મરચાં અને હિંગ ઉમેરીને વઘાર કરીને આ ટેમ્પરિંગને ઢોકળા પર રેડો.

સર્વ કરો

તૈયાર છે સોયા ખમણ ઢોકળા, તમે તેના ટુકડા કરીને મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Garlic Roti Recipe: લસણની રોટલી બનાવવાની પરફેક્ટ રીત