મૂળાના પાનને બનાવતી વખતે ફેંકી દે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેના પાંદડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તમે તેમાંથી એક ઉત્તમ શાક બનાવીને ખાઈ શકો છો. ચાલો જાણીએ મૂળાના પાંદડામાંથી રેસિપી કેવી રીતે બનાવવી?
મૂળાના પાન, મૂળા, ડુંગળી, લસણ, આદુ, ધાણાજીરું, હળદર, લાલ મરચું પાઉડર, મેથીના દાણા, રાઈ, જીરું, આખા લાલ મરચા, તેલ, મીઠું.
સૌથી પહેલા મૂળાને ધોઈને તેના નાના ટુકડા કરી લો. પછી તેના પાનને પાણીથી ધોઈને બારીક કાપો અને બાઉલમાં રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે તેમાં રોઈ, મેથી, લાલ મરચું વગેરે નાખીને તેને વઘારો.
હવે રાઈના દાણા,આદુ, લસણ ડુંગળી ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો.
હવે તેમાં દર્શાવેલ તમામ મસાલા જેમ કે લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર વગેરે ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં મૂળાના પાન અને મૂળા બંને ઉમેરીને પકાવી લો. તેને ઢાંકીને મધ્યમ તાપ પર 5-6 મિનિટ સુધી પકાવો.
તૈયાર છે મૂળાની ભાજી, તમે પરાઠા, પુરી કે ભાત સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.