Mooli Thepla: મૂળાના થેપલા બનાવવાની રીત


By Vanraj Dabhi15, Nov 2024 11:30 AMgujaratijagran.com

મૂળાના થેપલા

મૂળી થેપલા એ ઘઉંના લોટ, મૂળા અને મસાલાની મદદથી તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાની રેસીપી છે.

સામગ્રી

છીણેલો મૂળો,ઘઉંનો લોટ, ચણાનો લોટ, દહીં, લીલા મરચાં અને આદુની પેસ્ટ,ધાણા જીરું, જીરું, લાલ મરચું, હળદર, તેલ, મીઠું.

સ્ટેપ- 1

મૂળાને એક વાસણમાં કે થાળીમાં ધોઈ તેની છાલ ઉતારીને છીણીને પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, આદુ-લીલા મરચાની પેસ્ટ અને ચમચી મીઠું અથવા જરૂર મુજબ ઉમેરો.

સ્ટેપ- 3

મસાલાને ખૂબ સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો થોડીવારમાં મૂળામાંથી રસ નિકળશે.

સ્ટેપ- 4

હવે તેમાં 1.5 કપ ઘઉંનો લોટ, 3 ચમચી ચણાનો લોટ ઉમેરીને આંગળીઓ વડે સારી રીતે મિક્સ કરી તેમાં 1 થી 2 ચમચી દહીં અને 1 ચમચી તેલ ઉમેરીને સારી રીતે લોટ બાંધો.

સ્ટેપ- 5

લોટને પ્લેટ અથવા કપડાથી ઢાંકીને 5 થી 6 મિનિટ માટે સેટ થા દો અને પછી એક મિનિટ માટે લોટને ફરીથી કૂણીને તેમાંથી મધ્યમ કદના બોલ બનાવો.

સ્ટેપ- 6

હવે બોલ પર થોડો લોટ છાંટીને વેલણ વડે ધીમેધીમે પાતળી રોટલી જેમ વણીને તવા પર બંને બાજુથી પકાવી લો.

સર્વ કરો

બંને બાજુ થોડું તેલ અથવા ઘી લગાવીને ફરી પલટાવો. થોડીવારમાં તમારા મૂળાનો થેપલા તૈયાર તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bharela Ringan Nu Shaak: ભરેલા રીંગણાનું શાક બનાવવાની રીત