Red Potato Chips: ઘરે બનાવો પરફેક્ટ રેડ પોટેટો ચિપ્સ, નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi02, Mar 2025 09:54 AMgujaratijagran.com

રેડ પોટેટો ચિપ્સ

દરેક લોકોએ બટેકાની વેફર્સ તો ખાધી જ હશે, આજે અમે તમને ઉપવાસ માટે પરફેક્ટ રેડ પોટેટો ચિપ્સ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

લાલ બટેટા, પાણી, મીઠું, તેલ, મીઠા વાળું પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ લાલ બટાકાની છાલ ઉતારીને પાણીમાં ધોઈ લો.

સ્ટેપ-2

હવે એક વાટકીમાં અડધો ગ્લાસ પાણી અને એક ટેબલ સ્પુન મીઠું નાખીને ઓગાળી લો.

સ્ટેપ-3

હવે કપડા વડે બટાકાને સાફ કરી ચિપ્સ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ચિપ્સને તળવા માટે મૂકો અને ઉપરથી અડધી ચમચી મીઠા વાળું પાણી ઉમેરીને વેફર્સને ફેરવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

હવે એક જારા વડે વેફર્સને બહાર કાઢી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Green Gram Recipe: સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક બનાવવવાની રીત