Dal Palak: પાલક ચણાદાળનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi28, Nov 2024 11:23 AMgujaratijagran.com

પાલક ચણાદાળનું શાક

પાલક ચણા દાળનું શાક એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે, જેને તમે ભાત, રોટલી સાથે ખાવામાં આવે છે.

સામગ્રી

પાલક, ચણાની દાળ, ટામેટું, રાઈ-જીરું, હીંગ, તજ-લવિંગ, લસણ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, કોથમરી, મીઠું, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળ ધોઈને 30 મિનીટ પાણીમાં પલાળી દો અને પાલક,ટમેટા,કોથમરીને સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હીંગ,લસણ,તજ-લવિંગ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલું ટામેટું,લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને હળદર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પલાળેલી ચણાની દાળ, સમારેલ પાલક, મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

હવે પાલક ચણાની દાળના શાકમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Vada Recipe: દાળવડા બનાવવાની રીત