Palak Kofta Recipe: પાલકમાંથી બનાવો ટેસ્ટી કોફતા, જાણો યુનિક રેસીપી


By Vanraj Dabhi31, Jan 2025 12:07 PMgujaratijagran.com

પાલક કોફતા

શિયાળામાં પાલકમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવતી હો છે. આજે અમે તમને પાલક કોફ્તાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

પાલક, બાફેલા બટેટા, પનીર, ચણાનો લોટ, આદુ-લસણની પેસ્ટ, ડુંગળી, લીલા મરચા, ગરમ મસાલો, હિંગ, જીરુંધાણા પાવડર, હળદર-લાલ મરચું પાવડર, મીઠું, તેલ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ પાલકને પાણીથી સારી રીતે ધોઈને સમારી લો અને પછી એક કડાઈમાં તેલ ગરમ તેમાં પાલક ઉમેરો અને તેને ફ્રાય કરો.

સ્ટેપ-2

હવે પાલક ઠંડુ થાય પછી તેને એક મિક્ષર જારમાં નાખીને પેસ્ટ બનાવીને તેને બાઉલમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે બટેટા અને ચીઝને ક્રશ કરીને આ પેસ્ટમાં ઉમેરી પછી તેમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર વગેરે નાખીને લોટ બાંધો.

સ્ટેપ-4

હવે આમાંથી નાના લૂઆ બનાવી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સ નાખીને તળી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. ટેમ્પરીંગ લગાવ્યા બાદ તેમાં લીલા મરચા, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ, ટામેટાની પેસ્ટ નાખીને સાંતળો.

સ્ટેપ-6

હવે આ મિશ્રણમાં દર્શાવેલ તમામ મસાલા, મીઠું, જરૂર મુજબ પાણી અને પાલક કોફતા ઉમેરીને 3-4 મિનિટ સુધી પકાવો.

સર્વ કરો

તૈયાર છે પાલક કોફતા ઉપર કોથમરી ગાર્નિશ કરો અને કાજુની પેસ્ટ અથવા ક્રીમ ઉમેરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી બીજી રેસીપી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bhavnagar Places: ભાવનગરમાં તમે આ જોયું કે નહીં? જુઓ શહેરના નવા આકર્ષણો