પાલકમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લો આજે જાણીએ કે પાલક સેન્ડવિચ કેવી રીતે બનાવી શકાય.
પાલક, સ્વીટ કોર્ન, દહીં, બ્રેડ, ડુંગળી, લસણ, લીલા મરચાં, લીલા ધાણા, તેલ, કાળા મરી પાવડર, માખણ, મીઠું.
સૌ પ્રથમ પાલકને સાફ કરીને એક બાઉલમાં ઉકાળો અને પછી સ્વીટ કોર્નને પણ ઉકાળો અને તેને એક અલગ બાઉલમાં રાખો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, લસણ અને લીલા મરચાં ઉમેરીને સાંતળો.
હવે તેમાં બાફેલી પાલક અને સ્વીટ કોર્ન ઉમેરો અને મિક્સ કરો.
હવે તેમાં કાળા મરીનો પાવડર, મીઠું, માખણ ઉમેરીને તેને મિક્સ કરો.
આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં દહીં ઉમેરીને તેને મિક્સ કરીને બ્રેડમાં મૂકો અને બે બ્રેડને સેન્ડવીચની જેમ ચોંટાડો.
હવે આ સેન્ડવીચને સેન્ડવીચ મેકરમાં મૂકો અને ગ્રીલ્ડ કરો.
તૈયાર છે પાલકની સેન્ડવિચ તમે ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી આવનવી વાનગીઓ જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.