Pani Puri Recipe: પાણીપુરીનું પાણી અને મસાલો ઘરે કેવી રીતે બનાવવો?


By Vanraj Dabhi14, Feb 2025 10:47 AMgujaratijagran.com

પાણીપુરી

દરેક લોકોને પાણીપુરી ખાવી પસંદ હોય છે, પરંતુ તે બહાર જેવી ઘરે પરફેક્ટ રીતે બનતી જ નથી, નોંધી લો આ સરલ રેસીપી.

સામગ્રી

પાણીપુરીનું પાણી અને મસાલો બનાવવા માટે તમારે ફુદીનાના પાન, કોથમરી, લીંબુ, ડુંગળી, લીલા મરચાંષ આદુના ટુકડા, આમલી, મીઠું, કાળું મીઠું, શેકેલું જીરું, જલજીરા મસાલો, આમચુર પાવડર, બટાકા, પલાળેલા ચણાની જરૂર પડશે.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાટકીમાં આમલી પલાળી દો અને એક મિક્ષર જારમાં શેકેલું જીરું અને જલજીરા મસાલો, સંચળ, આમચર પાઉડર અને મીઠું ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક મિક્ષર જારમાં લીલા મરચા, આદુ, કોથમરી અને ફુદીનાના પાન અને થોડું ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલ પલ્પ કઢી તેમાં નોરમલ પાણી અને તૈયાર કરેલ મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પ્રેશર કૂકરમાં પલાળેલા ચણા, બટાકા, પાણી અને થોડું મીઠું ઉમેરીને બાધી લો.

સ્ટેપ-5

હવે બટાકાની છાલ ઉતારી મેશ કરી તેમાં બાફેલા ચણા, મીઠું-મસાલા ઉમેરીને મિક્ષ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પાણીપુરીનું પાણી અને મસાલો, તમે પાણીપુરી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Bhinda Recipe:ભીંડા બટાકાના શાકની યુનિક રેસીપી