બાસુંદી તોતમે ઘણી પ્રકારની ટ્રાય કરી હશે, પરંતુ ક્યારેય સીતાફળની બાસુંદી નહીં ટ્રાય કરી હોય, જાણી લો સરળ રેસીપી.
સીતાફળ, દૂધ, ખાંડ, એલચી પાવડર, બદામ, પિસ્તા.
સૌ પ્રથમ એક પેનમાં દૂધ નાંખી તેને મધ્યમ તાપ પર 12 મિનિટ સુધી ગરમ કરીને ઉકળી લો.
હવે 15 મિનિટ સુધી હલાવતા રહીને દૂધને પકાવી પછી તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરીને પકાવો.
હવે ગેસની ફ્લેમ બંધ કરી બાસુંદીને એક બાઉલમાં કાઢી લો.
હવે તેને ઓરડાના તાપમાને એક કલાક માટે ઠંડુ થવા દો અને પછી તેને 2 કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા દો.
હવે તેમાં સીતાફળનો પલ્પ, બદામ અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
તૈયાર છે સીતાફળની બાસુંદી, તમે ઠંડુ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.