ઉનાળામાં ગરમીથી બચવા લોકો અવનવા ઠંડા પીણાં ટ્રાય કરતા હોય છે, જે પૈકીનું વધુ પીવાતું ડ્રિંક લસ્સી છે
આજે અમે તમને ઉનાળામાં પીવા માટે 5 અલગ અલગ સ્વાદમાં નવી ઠંડી ઠંડી મીઠી લસ્સીની રેસીપી જણાવીશું.
દરેક લસ્સીમાં દહીં, ખાંડ અને પાણી કોમન હોય છે પરંતુ અલગ ફ્લેવર માટે વેનીલા એસેન્સ અને એલચી પાઉડર ઉમેરીને વેનીલા ફ્લેવર લસ્સી બનાવી શકો છો.
દહીં, ખાંડ, પાણી અને ગુલાબજળ ઉમેરીને યુનિક લસ્સી બનાવી શકો છો.
ચોકલેટ સીરપ, વેનીલા એસેન્સ, દહીં, ખાંડ અને પાણી ઉમેરીને ટેસ્ટી લસ્સી બનાવી શકો છો.
દહીં, ખાંડ, પાણીની સાથે પલાળેલા કાજુ, વેનીલા એસેન્સ ઉમેરીને યુનિક લસ્સી બનાવી શકો છો.
પલાળેલા પિસ્તા, પલાળેલું કેસર, ખાંડ પાવડર, દહીં, થોડો લીલો ફૂડ કલર ઉમેરીને અદ્ભુત લસ્સી બનાવી શકો છો.
દરેક લસ્સીમાં સમારેલા કાજુ, બદામ, પિસ્તા, ટુટી ફ્રુટી, ચોકલેટ ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.