Sukhadi Recipe: સુખડી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi20, Mar 2025 12:24 PMgujaratijagran.com

સુખડી રેસીપી

આ સ્વાદિષ્ટ રેસીપીને અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે, ઘણી જગ્યાએ સુખડી અને ગોળ પાપડીથી ઓળખવામાં આવે છે, તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

સામગ્રી

ઘઉંનો લોટ, ઘી કે માખણ, ગોળ, એલચી પાવડર, બદામ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ ઉમેરી ધીમી આંચ પર શેકો.

સ્ટેપ- 2

લોટનો રંગ થોડો બદલાય પછી તેમા એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો

સ્ટેપ- 3

હવે પેનમાં ગોળ બરાબર ઓગળીને મિક્સ કરી તરત જ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં રેડીને ફેલાવો.

સ્ટેપ- 4

હવે તેના પર ઝીણી સમારેલી બદામ ગાર્નિશ કરો.

સ્ટેપ- 5

થોડુ ઠંડુ થાય પછી ચપ્પુની મદદથી ચોરસ કટ કરી લો.

સર્વ કરો

હવે તમે તેને સંપૂર્ણપણે ઠંડુ થયા પછી તેને સર્વ કરી શકો છો અને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Khichu Recipe: સાંજ માટે ગરમાગરમ લારી જેવું ટેસ્ટી ખીચું ઘરે બનાવો