Garlic Chutney Recipe: તીખી લાલ ચટાકેદાર રાજસ્થાની લસણની ચટણી બનાવવાની રીત


By Vanraj Dabhi03, Mar 2025 06:58 PMgujaratijagran.com

ભોજનનો સ્વાદ વધારે

લસણની ચટણી ભોજનનો સ્વાદ વધારે છે. જો કે રાજસ્થાની ચટણી થોડી તીખી હોય છે, પરંતુ તેનો મસાલેદાર સ્વાદથી મોંમાં આવી જશે.

લસણની ચટણી

લસણની ચટણી દિવસમાં નાસ્તા સાથે પણ પીરસી શકાય છે. આ ચટણી બનાવવામાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજસ્થાની ચટણીની રેસીપી

આજે અમે તમને રાજસ્થાની સ્ટાઈમાં લસણની ચટણી બનાવવાની સરળ રેસીપી જણાવીશું.

સામગ્રી

લસણ, કાશ્મીરી સૂકા લાલ મરચાં, જીરું, અજમો, રાઈ, લાલ મરચું પાવડર, તેલ, પાણી, મીઠું સ્વાદ અનુસાર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ મિક્સર ગ્રાઇન્ડરમાં લસણની કળી,કાશ્મીરી સૂકું લાલ મરચું,જીરું,અજમો,લાલ મરચું પાવડર, મીઠું અને પાણી ઉમેરીને બ્લેન્ડ કરો.

સ્ટેપ-2

હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈના દાણા નાખો અને તે તડતડ કરવા લાગે એટલે તેમાં કરેલી પેસ્ટ અને થોડું પાણી સાથે ઉમેરો.

સ્ટેપ-3

હવે ગેસ પર ચટણીના મિશ્રણને મધ્યમ આંચ પર પાકાવો.

સર્વ કરો

જ્યારે મિશ્રણમાંથી થોડું તેલ નીકળી જાય તો તેને આંચ પરથી ઉતારી લો. તમારી ચટણી સર્વ કરવા માટે તૈયાર છે.

ટીપ્સ

એકવાર રાજસ્થાની લસણની ચટણી ઠંડી થઈ જાય, પછી તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Ladoo Recipe: આજે બનાવો બાજરાના લાડુ, નોંધી લો રેસિપી