Lasan Nu Kachu Recipe: વિન્ટર સ્પેશિયલ સુરતનું ફેમસ લીલા લસણનું કાચું


By Vanraj Dabhi18, Jan 2025 01:11 PMgujaratijagran.com

સુરતી લસણનું કાચું

સુરતની ઘણી વાનગી ફેમસ છે, જે પૈકીની એક લીલા લસણનું કાચું છે, આ રેસીપી વિન્ટર માટે સ્પેશિયલ છે.

સામગ્રી

બટાકા, લીલું લસણ, તેલ, લીલા મરચાની પેસ્ટ, હળદર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલા, મલાઈ, આચાર મસાલા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ખમણી વડે બટાકાની છાલ ઉતારીને ખમણી લો.

સ્ટેપ-2

હવે લીલા લસણને બારીક સમારી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં લીલુ લસણ અને તેલ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બટાકાનું છીણ, મીઠું, હળદર, ગરમ મસાલા ઉમેરીને હાથ વડે મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં મલાઈ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો.

ગાર્નિશ કરો

હવે તેની ઉપર આચાર મસાલો ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચું, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Ni Goti Recipe: શિયાળામાં ઘરે બનાવો લીલી મેથીના મુઠીયાની યુનિક રીત