Green Gram Recipe: સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક બનાવવવાની રીત


By Vanraj Dabhi01, Mar 2025 10:44 AMgujaratijagran.com

લીલા ચણાનું શાક

ચણાનું શાક તો દરેક લોકોએ ખાધુ જ હશે, શું તમે સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક ખાધુ છે, આજે આપણે તેની રીત જણાવીશું.

સામગ્રી

લીલા ચણા, તેલ, તમાલપત્ર, જીરું, લવિંગ, તજ, આદુ-મરચાની પેસ્ટ, કોબીજની ગ્રેવી, ટમેટાની પ્યુરી, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, કોથમરી, લીંબુનો રસ,પંજાબી શાકનો મસાલો, ખાંડ.

સ્ટેપ-1

સૌ પ્રથમ લીલા ચણાને ફોલી તેને એક પ્રેશર કૂકરમાં હળવા બાફી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, જીરું, લવિંગ, તજ, આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને વઘાર તૈયાર કરો.

સ્ટેપ-3

હવે તેમાં કોબીજની ગ્રેવી, ટમેટાની પ્યુરી, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બાફેલા લીલા ચણા, પંજાબી શાકનો મસાલો, ખાંડ ઉમેરીને ગ્રેવી સાથે મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તમે તેની ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં મહિને રૂપિયા 1,500 જમા કરતાં 5 વર્ષે કેટલા પૈસા મળે